પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે? । Pradhanmantri Jan Dhan yojana in Gujarati
પ્રધાનમંત્રી જન ધન યોજના એક ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સ્કીમ છે જેના અંતર્ગત ભારતીય નાગરિકો જેમાં 10 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકો જેમની પાસે બેન્ક એકાઉન્ટ નથી તો તેમને બેન્ક એકાઉન્ટ ખોલીને સામાન્ય બેંકિંગ સર્વિસ જેમ કે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલવા, ક્રેડિટ, ઇન્શ્યોરન્સ અને પેન્શન વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.
આ યોજનાની ઘોષણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15, ઓગસ્ટ 2014ના દિવસે કરવામાં આવી હતી અને તેને 28, ઓગસ્ટ 2014ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી જન ધન યોજના નો હેતુ | Objective of Pradhanmantri Jan Dhan yojana
ભારત દેશમાં ઘણા લોકો પાસે સામાન્ય બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ નથી અને તેમની પાસે બેન્ક એકાઉન્ટ પણ નથી આ કારણે તેઓ પોતાના પૈસા ક્યાય પણ સુરક્ષિત રીતે મૂકી નથી શકતા પણ આ યોજના દ્વારા જે લોકો પાસે બેન્ક એકાઉન્ટ નથી તેમને પણ બેંકિંગ સેવાઓનો લાભ મળે એ માટેનો છે જેનાથી તેઓ પોતાના પૈસાને સારી રીતે મેનેજ કરી શકે.
લોકોને ટેક્નોલોજી સાથે જોડીને આગળ વધારવા માટેનો આ ખૂબ સારો પ્રયાસ છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતું કેવી રીતે ખોલાવવું? (Apply online for Pradhanmantri Jan Dhan 2022)
- તમે ભારતના નાગરિક હોવા જોઈએ.
- તમારી ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે હોવી જોઈએ.
- તમારી પાસે બેન્ક એકાઉન્ટ ન હોવું જોઈએ.
જન ધન યોજના માટે ખાતું ખોલાવવા માટે તમારે આ યોજના સાથે સંકલાયેલી બેન્કમાં જવું પડશે અને ત્યાં તમને ફોર્મ ભરાવવામાં આવશે અને તમારે જરૂરી દસ્તાવેજો આપવા પડશે. બેન્ક દ્વારા જણાવવામાં આવતી તમારે પ્રોસેસ કરવી પડશે અને તમારું ખાતું ખોલવામાં આવશે.
પ્રધાનમંત્રી જન ધન યોજના સાથે સંકળાયેલી બેન્કનું લિસ્ટ:
પ્રાઇવેટ સેક્ટર બેન્ક:
- યસ બેંક લિ.
- ICICI બેંક લિ.
- કર્ણાટક બેંક લિ.
- આઈએનજી વૈશ્ય બેંક લિ.
- ઇન્ડસઇન્ડ બેંક લિ.
- કોટક મહિન્દ્રા બેંક લિ.
- ફેડરલ બેંક લિ.
- HDFC બેંક લિ.
- ધનલક્ષ્મી બેંક લિ.
- એક્સિસ બેંક લિ.
પબ્લિક સેક્ટર બેન્ક:
- બેંક ઓફ બરોડા (BoB)
- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
- અલ્હાબાદ બેંક
- દેના બેંક
- ઈન્ડિયન બેંક
- પંજાબ એન્ડ સિંધ બેંક
- વિજયા બેંક
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
- પંજાબ નેશનલ બેંક (PNB)
- IDBI બેંક
- સિન્ડિકેટ બેંક
- કોર્પોરેશન બેંક
- ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC)
- કેનેરા બેંક
- બેંક ઓફ ઈન્ડિયા (BoI)
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- આંધ્ર બેંક
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
સૂચિ સ્ત્રોત: https://www.bankbazaar.com/saving-schemes/pradhan-mantri-jan-dhan-yojana.html
પ્રધાનમંત્રી જન ધન ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો (Required Documents for Pradhanmantri Jan Dhan Yojana)
- પાસપોર્ટ
- PAN કાર્ડ
- આધાર કાર્ડ
- રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી અધિનિયમ (NREGA) જોબ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઈસેન્સ
- Voter ID કાર્ડ
- ફોટો સાથેનું ઓળખ પત્ર જે કેન્દ્ર અથવા રાજ્ય સરકારી વિભાગ, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, અનુસુચિત વ્યાપારી બેન્કો, જાહેર નાણાંકીય સંસ્થાઓ અને વૈધ્યાનીક અથવા નિયમનકરી સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવ્યું હોય.
- ગેઝેટેડ અધિકારીના પત્ર સાથે પ્રમાણિત કરેલ ફોટોગ્રાફ
પ્રધાનમંત્રી જન ધન યોજના દ્વારા મળતા લાભ (Benefits of Pradhanmantri Jan Dhan Yojana )
- જેમની પાસે એક પણ બેન્ક ખાતું નથી તેમના માટે ખાતું ખૂલી જશે.
- આ યોજના અંતર્ગત ખોલવામાં આવતા બેન્ક ખાતાને ચાલુ રાખવા માટે ખાતામાં ઓછામાં ઓછા અમુક રૂપિયા હોવા જોઈએ તેવી કોઈ જરૂરિયાત હોતી નથી.
- Rupay ડેબિટ કાર્ડ આપવામાં આવશે.
- આ યોજનાના ખાતાધારકોને જે Rupay કાર્ડ જારી કરવામાં આવ્યું છે તેની સાથે 1 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવર પણ ઉપલબ્ધ છે. (28.8.2018 પછી આ યોજના અંતર્ગત ખોલાવેલા ખાતાઓ માટે 2 લાખ રૂપિયા સુધી વધારીને)
- અમુક પાત્ર ધારકોને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ (OD) સુવિધા ઉપલબ્ધ છે.
- પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતાઓ ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, માઇક્રો યુનિટ્સ ડેવલપમેંટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી બેન્ક યોજના માટે પાત્ર છે.
સત્તાવાર વેબસાઇટ:
જન ધન યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો-FAQs
પ્રશ્ર્ન 1: જન ધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી?
જવાબ: જન ધન યોજનાની ઘોષણા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15, ઓગસ્ટ 2014ના દિવસે કરવામાં આવી હતી અને તેને 28, ઓગસ્ટ 2014ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું.
પ્રશ્ર્ન 2: જન ધન ખાતું ખોલવા માટે જરૂરી દસ્તાવેજો કાયા છે ?
જવાબ:
- પાસપોર્ટ
- PAN કાર્ડ
- આધાર કાર્ડ
- NREGA જોબ કાર્ડ
- ડ્રાઇવિંગ લાઈસેન્સ
- Voter ID કાર્ડ